( લુમ્બિની, પોખરા, મુક્તિનાથ, કાટમાંડુ, મનકામના મંદિર, ચિતવન, જનકપુર, ગોરખપુર )
ચિતવન
કાટમાંડુ
મુક્તિનાથ
પોખરા
દિવસ - ૧ - ગોરખપુર થી લુમ્બિની
ગોરખપુર રેલ્વે સ્ટેશન પર આગમન અને ત્યાંથી લુમ્બિની (ભગવાન બુદ્ધનું જન્મસ્થળ) જવા માટે પ્રસ્થાન. હોટેલમાં ચેક-ઇન, રાત્રિભોજન અને રોકાણ.
દિવસ - ૨ - લુમ્બિની થી પોખરા
વહેલી સવારે ભગવાન બુદ્ધના દર્શન. ત્યારબાદ નાસ્તો કરીને હોટેલથી ચેક-આઉટ કરી પોખરા જવા રવાના થવું. પોખરામાં રાત્રિભોજન અને રોકાણ.
દિવસ - ૩ - પોખરા થી જોમસોમ
નાસ્તો કર્યા પછી સડક માર્ગ દ્વારા જોમસોમ જવા માટે પ્રસ્થાન. જોમસોમ પહોંચ્યા બાદ હોટેલમાં ચેક-ઇન અને રાત્રિ રોકાણ.
દિવસ - ૪ - જોમસોમ – મુક્તિનાથ – પોખરા
વહેલી સવારે પ્રસિદ્ધ મુક્તિનાથ મંદિરના દર્શન. ત્યારબાદ જોમસોમ પરત ફરી નાસ્તો કરી પોખરા જવા રવાના થવું. પોખરામાં રાત્રિભોજન અને રોકાણ.
દિવસ - ૫ - પોખરા લોકલ સાઇટસીઇંગ
બિધ્યબાસિની મંદિર, તાલ બારાહી મંદિર (ફેવા લેક), સેતી નદી, ગુપ્તેશ્વર મહાદેવ ગુફા, બેટ કેવ, મહેન્દ્ર ગુફા, ડેવિસ ફોલ્સ અને ગોરખા મ્યુઝિયમની મુલાકાત. સાંજે સ્થાનિક બજારમાં ખરીદી.
દિવસ - ૬ - પોખરા થી કાઠમંડુ (મનકામના મંદિર થઈને)
પોખરાથી કાઠમંડુ જવા રવાના થવું. રસ્તામાં કેબલ કાર દ્વારા મનકામના મંદિરના દર્શન (ટિકિટનો ખર્ચ અલગથી). કાઠમંડુમાં રાત્રિ રોકાણ.
દિવસ - ૭ - કાઠમંડુ લોકલ સાઇટસીઇંગ
પશુપતિનાથ મંદિર, બુઢાનીલકંઠ, ગુહ્યેશ્વરી શક્તિપીઠ, સ્વયંભૂનાથ સ્તૂપ અને બૌદ્ધનાથ સ્તૂપની મુલાકાત. સાંજે ઠમેલ બજારમાં ખરીદી અને ભ્રમણ.
દિવસ - ૮ - જૂનું કાઠમંડુ સાઇટસીઇંગ
ભક્તપુર દરબાર સ્ક્વેર, ડોલેશ્વર મહાદેવ (કેદારનાથ શિલા) અને ૧૪૩ ફૂટ ઉંચી સાંગા શિવ પ્રતિમાના દર્શન. કાઠમંડુમાં રાત્રિભોજન અને રોકાણ.
દિવસ - ૯ - કાઠમંડુ થી ચિતવન
કાઠમંડુથી ચેક-આઉટ કરી ચિતવન જવા પ્રસ્થાન. જો સમય મળે તો થારુ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી. ચિતવનમાં રાત્રિ રોકાણ.
દિવસ - ૧૦ - ચિતવન જંગલ પ્રવૃત્તિઓ
વહેલી સવારે જીપ અથવા હાથી દ્વારા જંગલ સફારી અને હાથી સ્નાન (Elephant Bathing) નો આનંદ. ત્યારબાદ હોટેલમાં આરામ અને રોકાણ.
દિવસ - ૧ ૧ - ચિતવન થી જનકપુર
નાસ્તો કર્યા પછી જનકપુર જવા રવાના થવું. હોટેલમાં ચેક-ઇન, રાત્રિભોજન અને રોકાણ.
દિવસ - ૧૨ - જનકપુર થી ગોરખપુર
વહેલી સવારે જાનકી મંદિરના દર્શન. નાસ્તો કરીને ચેક-આઉટ કર્યા બાદ ગોરખપુર પરત આવવા રવાના થવું. હોટેલમાં ચેક-ઇન, રાત્રિભોજન અને રોકાણ.
દિવસ - ૧૩ - ગોરખપુર રેલ્વે સ્ટેશન ડ્રોપ
વહેલી સવારે ગોરખપુર મંદિરના દર્શન (પોતાના ખર્ચે), ત્યારબાદ બપોરના ભોજન પછી હોટેલમાંથી ચેક-આઉટ કરી સ્થાનિક વાહનની ઉપલબ્ધતા મુજબ લોકલ ટ્રાન્સપોર્ટ દ્વારા રેલ્વે સ્ટેશન ડ્રોપ.
પ્રવાસનો કાર્યક્રમ ડાઉનલોડ કરો (PDF)
યાત્રા માં ટ્રેન સફર માં કોઈપણ જાતની સર્વિસ રહેશે નહિ.
યાત્રા માટે બુકિંગ 120 દિવસ પહેલા કરાવવાની રહેશે.
યાત્રા ની બુકિંગ માટે 50% રકમ પહેલા અને બાકીની રકમ યાત્રા ના 30 દિવસ પહેલા જમા કરાવવાની રહેશે.
કેન્સલેશન ચાર્જ - (ટિકિટ બુકિંગ કર્યા પછી - 25%) / (30 દિવસ બાકી રહેતા - 50%) / (યાત્રા આરંભ થવાના એક અઠવાડિયું બાકી રહેતા - 100%)
5 વર્ષથી નાના બાળકો નો ખર્ચ લેવામાં આવશે નહિ , પરંતુ જો ટ્રેન કે બસમાં જગ્યા જોયતી હોય તો વ્યવહારિક રીતે જે પણ ખર્ચ હશે તે લેવામાં આવશે.
ગરમ કપડાં , શૌલ, ટોર્ચ, દવાઓ તદ્ઉપરાંત પ્રવાસીઓ ને જોતી અગત્યની વસ્તુ યાદ કરીને લાવવા વિનંતી.
સ્ટેશન પરની હમાલી, રીક્ષા, જીપ, એન્ટ્રી ફી, ઘોડા, ડોલી, રોપવે, ગરમ પાણી અને અન્ય બીજા કોઈ પણ ખર્ચ નો આ યાત્રા ખર્ચ માં સમાવેશ નથી.
હોટેલ ના એક રૂમ માં ઓછામાં ઓછા બે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે.
સંચાલકોએ જણાવેલ રોટેશન પદ્ધતિ પ્રમાણે બેસવાનું રહેશે, બસ ની સુવિધા 2x2 સિટ્ટીન્ગ મુજબ રહેશે.
અકસ્માત, ચોરી, શારીરિક ઈજા તથા માલસામાન જવાબદારી યાત્રીઓ ની પોતાની રહેશે.
રાત્રે જમતી વખતે પછી ના દિવસ નો કાર્યક્રમ જણાવવામાં આવશે.
હોટલ તથા સહયાત્રીઓ ના મોબાઈલ નંબર સાથે રાખવા વિનંતી.
અમારી ગુજરાતી રસોઈ દ્વારા - નાસ્તો એક વખત, ચા - કોફી બે વખત, જમવાનું બે વખત બુફે પદ્ધતિ દ્વારા અનુકૂળતા અને સમય મુજબ આપવામાં આવશે.
યાત્રા દરમિયાન સહયાત્રી તથા કાર્યકર્તાઓ સાથે હળી મળી રહેવા વિનંતી.
સંજોગો અનુસાર કાર્યક્રમ માં કોઈ પણ ફેરફાર કરવાનો હક્ક સંચાલકો ને આધીન છે.