ઉત્તરાખંડ ચારધામ યાત્રા
ઉત્તરાખંડ ચારધામ યાત્રા
(હરિદ્વાર, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ)
યમુનોત્રી ધામ
ગંગોત્રી ધામ
કેદારનાથ ધામ
બદ્રીનાથ ધામ
દિવસ - 1
હરિદ્વાર સાઈટ સીન (હરકી પોઢી, ગંગાજી આરતી) રાત્રી નિવાસ હરિદ્વાર માં રહેશે.
દિવસ - 2
વહેલી સવારે બસ દ્વારા ચારધામ યાત્રા શુભારંભ, બસ દ્વારા બારકોટ યાત્રા, રાત્રી નિવાસ બારકોટ માં રહેશે.
દિવસ - 3
વહેલી સવારે 5:00 વાગે બારકોટ થી યમુનોત્રી જાનકી ચટ્ટી સુધી બસ દ્વારા લઇ જવામાં આવશે, જ્યાંથી યમુનોત્રી ધામ ના દર્શન માટે આગળ જય શકાશે, સાંજે 6:00 વાગ્યા સુધી દર્શન કરી બસ સ્ટેન્ડ પાસે યાત્રી ઓ એ આવવાનું રહેશે, ત્યાર બાદ બસ દ્વારા બારકોટ લઇ જવામાં આવશે, રાત્રી નિવાસ બારકોટ માં રહેશે.
દિવસ - 4
વહેલી સવારે 5:00 વાગે બારકોટ થી બસ દ્વારા ગંગોત્રી ધામ લઇ જવામાં આવશે. આ પ્રવાસ 8 થી 10 કલાક નો રહેશે. રાત્રી નિવાસ ઘામોલી માં રહેશે.
દિવસ - 5
વહેલી સવારે 6:00 વાગે બસ દ્વારા ગંગોત્રી ધામ દર્શન માટે લઇ જવામાં આવશે. દર્શન કર્યા બાદ બપોરે જમીને બસ દ્વારા ઉત્તરકાશી લઇ જવામાં આવશે, આ પ્રવાસ 6 થી 7 કલાક નો રહેશે. રાત્રી નિવાસ ઉત્તરકાશી માં રહેશે.
દિવસ - 6
વહેલી સવારે 5:00 વાગે બસ દ્વારા કેદારનાથ ધામ લઇ જવામાં આવશે. આ પ્રવાસ 10 થી 11 કલાક નો રહેશે. રાત્રી નિવાસ રામપુર માં રહેશે.
દિવસ - 7
વહેલી સવારે 5:00 વાગે બસ દ્વારા ગૌરી કુંડ લઇ જવામાં આવશે, ત્યારબાદ યાત્રીઓ એ કેદારનાથ મંદિર દર્શન માટે જવા શુરુઆત કરી શકે છે, મંદિર સુધી જવા માટે નો રસ્તો 18 કિલોમીટર લાંબો છે, યાત્રીઓ એ દર્શન કરી સાંજે 6 વાગ્યા સુધી પાછું આવવાનું રહેશે, ત્યારબાદ બસ દ્વારા રામપુર લઇ જવામાં આવશે, રાત્રી નિવાસ રામપુર માં રહેશે.
દિવસ - 8
વહેલી સવારે 5:00 વાગે બસ દ્વારા બદ્રીનાથ ધામ લઇ જવામાં આવશે, આ પ્રવાસ 10 થી 11 કલાક નો રહેશે. રાત્રી નિવાસ બદ્રીનાથ માં રહેશે.
દિવસ - 9
બદ્રીનાથ ધામ દર્શન કર્યા બાદ આ દિવસ યાત્રીઓ ના આરામ માટે રાખવામાં આવ્યો છે, યાત્રીઓ સ્વખર્ચે માના સાઈટ સીન માટે જય શકેછે, રાત્રી નિવાસ બદ્રીનાથ માં રહેશે.
દિવસ - 10
વહેલી સવારે 6:00 વાગે બસ દ્વારા ઋષિકેશ તરફ લઇ જવામાં આવશે, આ પ્રવાસ 10 થી 11 કલાક નો રહેશે, રાત્રી નિવાસ શ્રીનગર માં રહેશે.
દિવસ - 11
વહેલી સવારે 6:00 વાગે બસ દ્વારા ઋષિકેશ સાઈટ સીન (રામ જુલા - લક્ષ્મણ જુલા) માટે લઇ જવામાં આવશે, ત્યાર બાદ બસ દ્વારા હરિદ્વાર લઇ જવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રા ની પુર્ણાહુતી થાય છે, રાત્રી નિવાસ હરિદ્વાર માં રહેશે.
દિવસ - 12
યાત્રીઓ ના ટ્રેન ના સમય મુજબ હરિદ્વાર રેલવે સ્ટેશન મુકવામાં આવશે.
યાત્રા માં ટ્રેન સફર માં કોઈપણ જાતની સર્વિસ રહેશે નહિ.
યાત્રા માટે બુકિંગ 90 દિવસ પહેલા કરાવવાની રહેશે.
યાત્રા ની બુકિંગ માટે 50% રકમ પહેલા અને બાકીની રકમ યાત્રા ના 30 દિવસ પહેલા જમા કરાવવાની રહેશે.
કેન્સલેશન ચાર્જ - (બુકિંગ કર્યા પછી - 25%) / (30 દિવસ બાકી રહેતા - 50%) / (યાત્રા આરંભ થવાના એક અઠવાડિયું બાકી રહેતા - 100%)
5 વર્ષથી નાના બાળકો નો ખર્ચ લેવામાં આવશે નહિ , પરંતુ જો ટ્રેન કે બસમાં જગ્યા જોયતી હોય તો વ્યવહારિક રીતે જે પણ ખર્ચ હશે તે લેવામાં આવશે.
ગરમ કપડાં , શૌલ, ટોર્ચ, દવાઓ તદ્ઉપરાંત પ્રવાસીઓ ને જોતી અગત્યની વસ્તુ યાદ કરીને લાવવા વિનંતી.
સ્ટેશન પરની હમાલી, રીક્ષા, જીપ, એન્ટ્રી ફી, ઘોડા, ડોલી, રોપવે, ગરમ પાણી અને અન્ય બીજા કોઈ પણ ખર્ચ નો આ યાત્રા ખર્ચ માં સમાવેશ નથી.
હોટેલ ના એક રૂમ માં ઓછામાં ઓછા બે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે.
સંચાલકોએ જણાવેલ રોટેશન પદ્ધતિ પ્રમાણે બેસવાનું રહેશે, બસ ની સુવિધા 2x2 સિટ્ટીન્ગ મુજબ રહેશે.
અકસ્માત, ચોરી, શારીરિક ઈજા તથા માલસામાન જવાબદારી યાત્રીઓ ની પોતાની રહેશે.
રાત્રે જમતી વખતે પછી ના દિવસ નો કાર્યક્રમ જણાવવામાં આવશે.
હોટલ તથા સહયાત્રીઓ ના મોબાઈલ નંબર સાથે રાખવા વિનંતી.
અમારી ગુજરાતી રસોઈ દ્વારા - નાસ્તો એક વખત, ચા - કોફી બે વખત, જમવાનું બે વખત બુફે પદ્ધતિ દ્વારા અનુકૂળતા અને સમય મુજબ આપવામાં આવશે.
યાત્રા દરમિયાન સહયાત્રી તથા કાર્યકર્તાઓ સાથે હળી મળી રહેવા વિનંતી.
સંજોગો અનુસાર કાર્યક્રમ માં કોઈ પણ ફેરફાર કરવાનો હક્ક સંચાલકો ને આધીન છે.
યમુનોત્રી ધામ
ગંગોત્રી ધામ
કેદારનાથ ધામ
બદ્રીનાથ ધામ